અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાનો મેસેજ મળતાની સાથે નવરંગપુરા પોલીસ સ્ટેશનની મહિલા પીએસઆઈ કુસુમ પરમાર તેમની ટીમ સાથે શ્રેય હોસ્પિટલ પહોંચી ગયા હતા અને દર્દીઓને બચાવવાનો પ્રયાસ શરુ કર્યા હતા. એક તરફ ફાયર વિભાગ દ્વારા આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવતો હતો અને બીજી બાજુ પીએસઆઈ કુસુમ પરમાર અને તેમની ટીમ જીવન જોખમે હોસ્પિટલમાં અંદર દોડી ગયા હતા અને લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરી હતી. એ.એસ.આઈ. ગુમાનસિંહ તથા કોસ્ટેબલ ભરતભાઈ સાથે મહિલા પીએસઆઈ એક પછી એક એમ 41 દર્દીઓને સલામત રીતે નીચે ઉતારી જીવ બચાવ્યા હતા.
આથી શ્રેય હોસ્પિટલમાં બનેલ દુર્ઘટના સામે સાહસિક કામગીરી કરનાર તમામ ગુજરાત અમદાવાદ શહેર પોલીસના અધિકારી / કર્મચારીઓની કામગીરીને ગુજરાત પોલીસ બિરદાવે છે.
નવરંગપુરા પો.સ્ટે. માં ફરજ બજાવતા પો.સ.ઈ સુ.શ્રી કુસુમ પરમાર તથા તેમની ટીમે પોતાની પરવા કર્યા વગર કરેલ ત્વરિત, સાહસિક, ઉમદા કામગીરી બદલ સમગ્ર ગુજરાત પોલીસને તેમના ગર્વ છે.#GujaratPolice pic.twitter.com/BNu2D27NUe
— Gujarat Police (@GujaratPolice) August 7, 2020