ગુજરાત યુનિવર્સિટી દ્વારા પીજી સેમેસ્ટર 4 અને યુજી સેમેસ્ટર 6 માં ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવનાર છે. યુનિવર્સિટી દ્વારા પરીક્ષા માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે અને જે મુજબ ઓનલાઈન પરીક્ષા MCQ આધારીત લેવાશે. વિદ્યાર્થીઓ મોબાઈલથી પણ પરીક્ષા આપી શકશે. ઓનલાઈન કે ઓફલાઈન પરીક્ષાનો વિકલ્પ પસંદ કરવા 16મી સુધી રજિસ્ટ્રેશન થશે.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા 21મી કે 31મી ઓગસ્ટ 2020થી શરુ થનાર પીજી સેમેસ્ટર 4 અને યુજી સેમેસ્ટર 6 ની ઓફલાઈન પરીક્ષા શરૂ થઈ રહી છે. જ્યારે ઓનલાઈન પરીક્ષાઓ સપ્ટેમ્બરમા લેવાશે. ઓનલાઈન પરીક્ષા માટે યુનિવર્સિટી એ નિયમો જાહેર કર્યા છે. વિદ્યાર્થી ઓનલાઈન કે ઓફલાઈનમાંથી કઈ પરીક્ષા આપવા માંગે છે તેનો વિકલ્પ 16મી સુધી પસંદ કરી શકશે. આ વિકલ્પ પસંદગી બાદ કેટલા વિદ્યાર્થી છે તેના આધારે ઓનલાઈન પરીક્ષાનો કાર્યક્રમ નક્કી થશે.
ઓનલાઈન પરીક્ષા લેપટોપ, ડેસ્કટોપ સાથે મોબાઈલ અને ટેબ્લેટથી પણ આપી શકશે. ઓનલાઈન પરીક્ષા માટે વિદ્યાર્થી પાસે એન્ડ્રોઈડ 6.0થી ઉપરના વર્ઝનના ફોન-ટેબ્લેટ હોવા જોઈએ તેમજ અન્ય નક્કી કરાયેલી ઓપરેટિંગ સિસ્ટમ-ટુલ્સ હોવા જોઈએ તો જ ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.