આજથી કિસાન ટ્રેન શરુ થશે : સરકારની ખેડૂતો માટે ભેટ

કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને રેલવે મંત્રી પીયુષ ગોયલ વીડિયો દ્વારા આ ટ્રેનને રવાના કરશે. આ ટ્રેન 8મી ઓગસ્ટના રોજ દાનપુર પહોંચશે. લગભગ 32 કલાકમાં 1519 કિલોમીટરનું અંતર કાપશે. રેલવે મંત્રાલયે કહ્યું કે, રેલવે કિસાન રેલના લોકાર્પણથી ખેડૂતોની આવક બમણી કરવામાં મદદ મળશે. કૃષિ ઉત્પાદનો શાકભાજી અને ફળો ઝડપથી બજારમાં લાવવામાં મદદ મળશે.

આજથી દેશની પ્રથમ કિસાન સ્પેશિયલ પાર્સલ ટ્રેન શરૂ થશે. આ ટ્રેનની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં કરી હતી. આ ટ્રેન સવારે 11 વાગ્યે મહારાષ્ટ્રના દેવલાલી અને બિહારના દાનાપુર રેલ્વે સ્ટેશન વચ્ચે સામગ્રીનું પરિવહન કરશે. કિસાન રેલ ફળો અને શાકભાજી લઈ જશે અને કેટલાક સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેન નાસિક રોડ, મનમાદ, જલગાંવ, ભુસાવલ, બુરહાનપુર, ખાંડવા, લટારસી, જબલપુર, સતના, કટની, માનિકપુર, પ્રયાગરાજ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર અને બક્સર સ્ટેશનો પર ઊભી રહેશે.