એક મીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્રીય પરિવહન મંત્રાલય(Ministry of Road Transport and Highways) એક નોટિફિકેશન જાહેર કરી જણાવ્યું છે કે ટુ વ્હીલર વાહન ચાલકો માટે બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ(BIS) ધોરણ વાળા હેલ્મેટ પહેરવા ફરજિયાત રહેશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે નોટિફિકેશનમાં જણાવ્યું કે આ હેલ્મેટના ઉત્પાદન અને વેચાણ માટે નવા નિયમ લાગૂ કરવામાં આવી રહ્યા છે. સાથે જ લોકલ હેલ્મેટના મેન્યુફેક્ચરિંગ પર કાયદાકીય રીતે દંડ અને જેલની સજાની જોગવાઈ કરવામાં છે. 1લી માર્ચ 2021થી આ નિયમ દેશભરમાં લાગૂ થશે એવી શક્યતાઓ છે.
જ્યારે તમે ટુ વ્હીલર ચલાવતી વખતે હેલમેટ નથી પહેરતા ત્યારે ટ્રાફિક નિયમોના ભંગ બદલ તમારે દંડ ચૂકવવો પડે છે. તેનાથી બચવા માટે તમે હાઈવે અથવા કોઈ સડક કિનારેથી હેલમેટની ખરીદી કરતા હોઈએ છીએ. એ હવે તમને પણ ભારે પડી શકે છે. કેન્દ્ર સરકાર એક આવી યોજના પર કામ કરી રહી છે. આ નિયમ અલમમાં આવ્યા બાદ જો કોઈ ટુ વ્હીલર વાહન ચલાવતી વખતે લોકલ ક્વોલિટીનું હેલમેટ પહેરવા પર દંડ ફાટી શકે છે.
