ગુજરાત હાઇકોર્ટે આજે કોરોના વાયરસ અંતર્ગત એક મહત્ત્વનો આદેશ કરતા કહ્યું છે કે અમને લાગે છે કે 200 કે 500 રૂપિયાનો દંડ લોકોને બહુ નડશે નહી કાયદાનું પાલન ન કરનારાઓ માટે આ થોડી સામાન્ય રકમ છે. સરકાર અને કોર્પોરેશને માસ્ક ન પહેરનારને પ્રથમવાર 1000 રૂપિયા અને પછી 5000 રૂપિયા સુધીનો દંડ ફટકારવો જોઈએ. માસ્ક ન પહેરવાની ભૂલ પર દંડની રકમ વધવી જોઈએ.
હવે આવનારા સમયમાં પ્રજા દ્વારા સોશ્યલ ડિસ્ટર્ન્સ અને માસ્કના નિયમોનો ચૂસ્ત અમલ ન થાય તો આ કોરોના મહમારીને વધુ ભયાનક સ્થિતિ તરફ જતા કોઈ જ રોકી નહી શકે.
હાલમાં ભારતમાં અલગ અલગ રાજ્યમાં જાહેરમાં માસ્ક ન પહેરવા તેમજ થૂંકવા પર અલગ અલગ દંડ ફટકારવામાં આવે છે. ગુજરાતમાં 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. જ્યારે ઝારખંડમાં 1 લાખ રૂપિયા, કેરળમાં 2,000થી રૂ.10,000 રૂપિયા, દિલ્હીમાં 500થી રૂ.1000 રૂપિયા અને મહારાષ્ટ્રમાં 500થી 1000 રૂપિયા જેટલો દંડ ફટકારવામાં આવે છે.
Sources news
અમારી ટેલિગ્રામ ચેનલ માં જોડાવા નીચેની લિંક પર ક્લિક કરો.