101 રક્ષા ઉપકરણોના આયાત પર પ્રતિબંધ : રક્ષામંત્રી રાજનાથસિંહની જાહેરાત

દેશમાં કોરોના ની મહામારી વચ્ચે આજે એક મોટી જાહેરાત રક્ષામંત્રી રાજનાથસિંહ કરી છે. તેમણે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી કે 101 રક્ષા ઉપકરણોની આયાત પર પ્રતિબંધ મુકવામાં આવશે. રક્ષામંત્રી રાજનાથસિંહએ જણાવ્યું કે "આત્મનિર્ભર ભારતના નિર્માણની દિશામાં રક્ષા મંત્રાલયનું આ મહત્વનું પગલું છે. ભારતીય કંપનીઓ ભારતની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સ્વદેશી ઉપકરણો તૈયાર કરવા માટે સક્ષમ છે, ભારત આ ઉપકરણો જાતે બનાવેલાંજ વાપરશે".

"આત્મનિર્ભર ભારત" અભિયાન અંતર્ગત ભારતની આ સૌથી મોટી પહેલ ગણી શકાય. આ ઉપકરણો માટે ભારત અન્ય દેશો પર નિર્ભર હતું, હવે પછી તેનું ભારતમાં જ ઉત્પાદન કરવામાં આવશે.

રક્ષા મંત્રાલય એ તૈયાર કરવામાં આવેલી યાદીમાં 101 ઉપકરણોમાં હથિયારો સહિતના ઉપકરણોનો સમાવેશ થાય છે. નિયમ સમય મર્યાદા બાદ તેની આયાત નહીં થાય.

રક્ષામંત્રી રાજનાથસિંહએ જણાવ્યું કે 101 સંરક્ષણ  ઉત્પાદનોની સૂચિમાં સશસ્ત્ર લડાઈ વાહનોનો પણ સમાવેશ થાય છે. આ સૂચીમાં એસોલ્ટ રાઈફલ્સ, સોનાર સિસ્ટમ્સ, પરિવહન વિમાન, એલસીએચ , રડાર જેવા ઘણા ઉચ્ચ ટેક્નોલોજી શાસ્ત્રોનો સમાવેશ થાય છે. આ યાદી રક્ષા મંત્રાલય એ અનેક વખત ચર્ચા વિમર્શ કર્યા બાદ તૈયાર કરવામાં આવી છે.

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.