ગુજરાત સરકાર દ્વારા RTE એક્ટ-2009 ની કલમ ૧૨ (૧) હઠેળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમા 25% મજુબ વિના મુલ્યે ધોરણ -1 માં નબળા અને વંચિત જૂથના બાળકોનેપ્રવેશ આપવાની યોજના અમલમા છે. જે બાળકોએ 1 જૂન-2020 ના રોજ પાંચ વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા બાળકો ને પ્રવેશઆપવામાં આવશે.
પ્રવેશ મળેવવા માટે બાળકના વાલી https://rte.orpgujarat.com વેબસાઈટ પર તા.19/08/2020 થી તા.29/08/2020 દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકશે. આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા કયા પુરાવા આપવાના છે તે માટે વાલીએ વેબસાઈટ પર જઈને જોઈ શકે છે.
સદર પ્રવેશ પ્રકિયા દરમિયાન જરૂરી ડોક્યુમેન્ટ સાથે વાલીએ રીસીવીંગ સેન્ટર ખાતે ફોર્મ જમા કરાવવાની પ્રક્રિયા COVID-19 મહામારીના કારણે રદ કરેલ છે.
વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ આવકનો દાખલો (લાગુપડતો હોય ત્યાં) વગેરે ઓનલાઈન અપલોડ કરવાના રહશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાના નું રહશે નહી.
વધુ જાહેરાતની માહિતી જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.