અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી શોયોના ઇન્ટરનેશલન સ્કૂલે જે વિદ્યાર્થીઓએ ફી ન ભરનારા વિદ્યાર્થીઓના ઓનલાઇન ક્લાસીસ બંધ કર્યા હોવાનો આક્ષેપ વાલીઓએ કર્યો છે. વાલીઓના જણાવ્યા પ્રમાણે, સ્કૂલે ફી ભરવાની સૂચના દરેક ગ્રૂપમાં આપી હતી.
એક પ્રસિદ્ધ અખબારના અહેવાલની માહિતી પ્રમાણે, જે વાલી ફી નહીં ચૂકવે તેમના બાળકોના ઓનલાઇન ક્લાસ બંધ કરવાનું પણ જણાવ્યું હતું. જેને પરિણામે જે વાલીઓએ ફી ન ભરી હતી તેમના બાળકોના ક્લાસ બંધ કર્યા અને વાલીઓના ગ્રૂપમાંથી પણ તે વાલીઓને રીમૂવ કરાયા હતા. જ્યારે કે સ્કૂલ સંચાલકોના મતે કોઇ વિદ્યાર્થીના ઓનલાઇન ક્લાસ બંધ ન કર્યા હોવાનું જણાવ્યું હતું.
નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
source news : divyabhaskar