અમદાવાદ : અમદાવાદ શહેરમાં કોરોના સક્ર્મણના સતત 150થી વધુ પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ શહેરીજનોના વધુમાં વધુ ટેસ્ટ થાય તે માટે શહેરના ગણા વિસ્તારોમાં તથા ગાર્ડનની બહાર રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ચાની કિટલીઓ પર સોલિડ વેસ્ટ વિભાગની કાર્યવાહી સામે આવી રહી છે. હાલમાં એ.એમ.સી. દ્વારા ચાની કિટલીઓ પર ભીડ એકઠી થતા તેમને બંધ કરાવવામાં આવી રહી છે.
શહેરમા કોરોના સંક્રમણ વધતા AMC કામે લાગી છે. આજે વહેલી સવારથી જ શહેરની ચાની કિટલીઓ પર સોલિડ વેસ્ટ વિભાગ કડક કાર્યવાહી કરી રહ્યું છે. કિટલીઓ બંધ કરાવવામાં આવી રહી છે. જે ચાની કિટલીઓ પર ભીડ એકઠી થાય અને જ્યાં સોશિયલ ડિસ્ટન્સની ન જળવાતું હોય તેવી જગ્યાઓને બંધ કરાવવામાં આવી રહી છે. શહેરના તમામ ઝોનમાં ચા ની કીટલીઓ બંધ કરાવવામાં આવી રહી છે. સોશિયલ ડિસ્ટનસિંગ ન જાળવતા 20થી વધુ ચાની કિટલીઓ સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા સિલ મારવામાં આવી છે.