 |
પ્રતીકાત્મક તસ્વીર |
અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ ચાની કીટલીઓ માટે કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે SOP જાહેર કરી છે. પણ તેનો સામાન્ય કીટલી ચલાવનારને અમલ કરવો ખુબ અઘરો બની ગયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ ચાની કીટલીઓ ઉપર ગ્રાહકોના ટોળે વળવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે અને ચા પીતી સમયે ગ્રાહકોની વાત-ચીત કરવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચાની કીટલીઓ ઉપર પાણી ની કોઠી કે પરબ મૂકવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. અને માત્ર પેકેઝડ ડ્રિન્કિંગ વોટર ફરજિયાત કરવામાં આવ્યું છે. દર અઠવાડિયા ચાની કિટલીઓ પર કામ કરતા લોકોને કોરોના ટેસ્ટ કરાવવો ફરજિયાત કરી દેવાયો છે.
અમદાવાદમાં દરરોજ 150 ની આસપાસ નવા કેસ નોંધાઇ રહ્યા છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓ દમ મારીને શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ચાની કીટલીઓ બંધ કરાવી રહ્યા છે. શુક્રવારે સવારથી જ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ચાની કીટલીઓના શટર પડી ગયા હતા જ્યાં ચાની કીટલીઓ ખૂલી હતી ત્યાં મ્યુનિ.ની ટીમોએ પહોંચીને દંડનો ડર બતાવી જેથી તેઓને એકમો બંધ રાખવાની ફરજ પડી હતી તો કેટલાક વિસ્તારોમાં દંડના ડરથી પણ લોકોએ ચાની કીટલીઓ ખોલવાની હિંમત પણ ન કરી હતી.