અમદાવાદ : અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા રવિવારે સોલિડ વેસ્ટ વિભાગની જુદી જુદી ટીમો થકી વસ્ત્રાપુર લેક, એસજી હાઇવે તથા સિંધુ ભવન રોડ ખાતે ચેકિંગ હાથ ધરાયુ હતું. સિંધુભવન રોડ ખાતે આવેલા એસબીઆર ફૂડ કોર્ટમાં રવિવારે સાંજે મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી. સિંધુ ભવન રોડ ખાતે આવેલા જાણીતા એસબીઆર ફૂડ કોર્ટ સહિત 7 જેટલા કાફે તેમજ રેસ્ટોરન્ટમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો જોવા મળ્યો હતો જેના કારણે સીલ કરી દેવામાં આવ્યા છે.
આ રોડ પર આવેલા ગ્રેસ કાફે, એસબીઆર, દેવરાજ ફાર્મ, બિસમિલ્લા ફાસ્ટ ફૂડ, ધ પુટનિર, હોટલ પંજાબ માલવા, ક્લોવ્ઝ રેસ્ટોરન્ટ આ એકમો સીલ કરવામાં આવ્યા હતા. ત્યાં બેઠેલા સંખ્યાબંધ યુવકો માસ્ક વિના નજરે પડ્યા હતા. અને વસ્ત્રાપુર રોડ પરથી લારીઓના દબાણ દૂર કરવામાં આવ્યા.