અમદાવાદ : દિવ્યાંગ મહિલા પર દુષ્કર્મ કરનાર આરોપી પોલીસ કોન્સ્ટેબલને બેહોશ કરી ફરાર થઈ ગયો હતો. રવિવારે સવારે સિવિલમાં મેડિકલ સારવાર માટે પોલીસ કોન્સ્ટેબલ આરોપીને લઈને ગયા હતા. આરોપી પેશાબ કરવાના બહાને કોન્સ્ટેબલને બાથરૂમમાં લઈ ગયો. ત્યાં કોન્સ્ટેબલનું માથુ પકડી આરોપીએ બાથરૂમ ટબ પર જોરથી પછાડયું હતું. હુમલો કરીને કોન્ટેબલને બેહોશ કરી બાથરૂમમાં છોડી આરોપી ફરાર થઈ ગયો હતો.
નિકોલમાં સમાજસેવીનો ઢોંગ રચી આરોપીએ દિવ્યાંગ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. મહિલાને ગોંધી રાખી ડામ આપી ભીખ મંગાવતો હતો. નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ હેમરાજસિંહ ઉમેદસિંહ ઝાલાએ આરોપી સંજય ઉર્ફે સન્ની ઇન્દ્રવદન વ્યાસ વિરૂદ્ધ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં સરકારી કર્મચારી પર હુમલો કરી ઇજા કરીને ફરાર થઈ જવા અંગે ફરિયાદ નોંધાવી છે.
આ બનાવની વિગત મુજબ સોમવારે સવારે આરોપી સંજયને લઈ હેમરાજસિંહ એકલા સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ સારવાર માટે નિકોલ પોલીસની મોબાઈલમાં આવ્યાં હતાં. ટ્રોમાં સેન્ટરમાં ડોકટરે બેસવાનું કહેતાં આરોપીએ પેશાબ કરવા જવાની વાત કરી હતી. હેમરાજસિંહ આરોપીને બાથરૂમમાં લઈ ગયા હતા. તે સમયે અચાનક સંજયે હુમલો કરી હેમરાજસિંહનું માથું પકડી બાથરૂમ ટબ પર પછાડયું હતું. ઇજાને કારણે હેમરાજસિંહ બેહોશ થઈ ગયા અને આરોપી ફરાર થઈ ગયો હતો.
નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.