અમદાવાદ પોલીસની અપીલ કપડા ટ્રાય કરતા પહેલા ટ્રાયલરૂમને ચકાસો, હિડન કેમેરા નથી?



અમદાવાદ : અમદાવાદ પોલીસે એક ટ્વિટ કરીને જણાવ્યું છે કે  શોપિંગ મોલ, શો રૂમ કે દુકાનના ચેન્જીંગ રૂમમાં લાગેલા હિડન કેમેરા અંગે સાવચેત કેવી રીતે રહેવું. જેમાં ટ્રાયલ રૂમ વાપરતા પહેલા કઈ બાબતનું ધ્યાન રાખવું તે અંગે એક સ્કેચ બનાવીને સમજાવ્યું છે. આજના માનવીઓ સંવેદનશીલ નથી. જો માનવજાત સંવેદનશીલ હોત તો દેશભરના ટ્રાયલ રૂમોની બહાર લગાવવામાં આવેલા કેમેરા અત્યાર સુધીમાં કાઢી નાખવામાં આવ્યા હોત. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ફેબ ઇન્ડિયા સ્ટોરમાં 5 વર્ષ પહેલા એક હિડન કેમેરો પકડ્યો હતો., ટ્રાયલરૂમ કે બાથરૂમમાં જઈને મોબાઈલ નેટવર્ક ચેક કરો. જો તમારા ફોનનું નેટવર્ક ના પકડાય કે અંદર જઈને ફોન ના લાગે તો સમજી લો કે રૂમમાં હિડન કેમેરા છે.

કાચમાં હિડન કેમેરા ચેક કરવા માટે સૌ પ્રથમ કાચ પર એક આંગળી મુકો. જો તમારી આંગળી અને કાચમાં દેખાતી આંગળીની વચ્ચે ગેપ રહેતો હોય તો કાચ ઓરિજિનલ છે. પરંતુ જો એમાં ગેપ ના દેખાય તો અને એ જોડાયેલી રહે તો સમજવું કે પાછળ બધું દેખાય છે. એવું પણ બને કે ત્યાં કેમેરા લગાવેલો હોય અને બધુ રેકોર્ડ થતું હોય., ટ્રાયલ રૂમમાં જાઓ ત્યારે તમામ લાઈટ્સ બંધ કરીને રૂમને ચેક કરો. ક્યાંય કોઈ લાલ કે લીલી લાઈટ તો નથી દેખાતી. જો આવી કોઈપણ પ્રકારની લાઈટ દેખાય તો સમજી જાઓ કે રૂમમાં ક્યાંક હિડન કેમેરા છે.