કોરોનાના કહેર વચ્ચે અનલોક શરૂ થતાં જ AMTS અને BRTS બસની સેવા શરૂ કરવામાં આવી હતી. કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં 50 ટકા જ જેટલી બસો શરૂ કરવામાં આવી હતી. આવતીકાલે ગુરુવારથી રાબેતા મુજબ તમામ બસો શરૂ કરવામાં આવશે. સવારે 6 થી રાત્રે 11 વાગ્યા સુધી 149 રૂટ પર 700 બસો શરૂ થશે. તેમજ BRTSના 13 રૂટ પર 222 બસો શરૂ થઈ જશે.વચ્ચે ક્યાંય બસ ઉભી રહેશે નહીં એટલે કે વચ્ચેથી કોઈ મુસાફરોને લેવામાં આવશે નહીં. માત્ર 50 ટકા જ મુસાફરો બેસી શકશે.
આ બાબતોનું ધ્યાન રાખવું.
- AMTS અને BRTS બસ સ્ટેન્ડ પર સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે.
- બસમાં ફરજિયાત માસ્ક પહેરવાનું
- બસમાં 50 ટકા મુસાફરોએ જ બેસવાનું
- અન્ય બસ સ્ટેન્ડ પરથી મુસાફરોને લેવામાં આવશે નહીં.
- મુસાફરી કરતી વખતે હાથ વારંવાર સેનેટાઇઝ કરવાના
- AMTSમાં કન્ડક્ટર અને BRTSમાં ગાર્ડની સૂચનાનું પાલન કરવાનું
- વેલીડેટરનો મહત્તમ ઉપયોગ કરવાનો