અમદાવાદ : વસ્ત્રાલ આરટીઓના મેમો કૌભાંડમાં એક કર્મચારી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ત્રણ હજારથી વધુ મેમો કેસમાં દંડની ઓછી રકમ લઇ હોવાનું જાણવા મળ્યું છે આ કૌભાંડના લીધે સરકારને થતી આવકને મોટું નુકસાન થયું છે.
સૂત્રોના આધારે, આશ્ચર્યજનક વાત એ છે કે વસ્ત્રાલ મેમો કૌભાંડમાં એઆરટીઓ એસ.એમ.પટેલની બદલી થઇ નથી પણ કર્મચારીઓને દૂર કરી દેવાનો વાહનવ્યવહાર કમિશનરના નિર્ણય આશ્ચર્યજનક છે. આ મેમો કૌભાંડમાં સામેલ એજન્ટો સામે પણ કોઈ પ્રકારની કાર્યવાહી થઇ નથી. અને કેટલાક માથાભારે એજન્ટો માત્ર વધુ રકમવાળા મેમોના કેસ લઇને આવતા હતા અને ઓછો દંડ ભરાવી પોતે અને કર્મચારીઓને પણ કમાવી આપતા હતાં. આ કેસમાં ઉચ્ચકક્ષાએથી તપાસ અટકાવી દેવાઇ હોવાની પણ અટકળો છે.
નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.