કોરોનાનું સંક્રમણ વધી જતા આ ઝોનમાં પાનના ગલ્લાઓ ફરી બંધ કરાયા

વરાછા અને કતારગામ ઝોનમાં બહારગામથી આવતા લોકોની અવરજવર વધતાની સાથે પાલિકાએ તકેદારીનાં પગલાં ભરવાનું શરૂ કર્યુ છે. કતારગામ ઝોનમાં ચાની લારીઓ તથા પાનના ગલ્લા છેલ્લા બે દિવસથી લોકોની ભીડ થતી હોય તેને બંધ કરાવવામાં આવી રહ્યા છે.

પ્રતીકાત્મક તસ્વીર

હીરાના કારખાનાઓેની નજીક આવેલા ગલ્લાઓને બંધ કરાવવામાં આવી રહ્યા છે. વરાછા ઝોનમાં પણ પાનના તમામ ગલ્લાઓ બંધ કરાવવા ની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત મોટા શો રૂમ, રીટેલ શોપ તથા મોલમાં એપોઇન્ટમેન્ટથી જ પ્રવેશ આપવામાં આવે તેની કામગીરી ચાલી રહી છે.

સુરતમાં વરાછા અને કતારગામ ઝોનમાં કોરોના ચેપને નિયંત્રણમાં લેવા માટે પાનના ગલ્લાઓ પર ફરી એક વખત તવાઇ આવી છે. આ બે ઝોનમાં પાનના ગલ્લાઓ બંધ કરવા તાકીદ કરવામાં આવી છે. પાનના ગલ્લાઓ પર મોડી રાત સુધી લોકોની ભીડ થતી હોવાની ફરિયાદ બાદ ગલ્લાઓ બંધ કરાવવા તાકીદ કરવામાં આવી છે.

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

source news : sandesh.com