અમદાવાદ : S G હાઇવે પર સરકારની ગાઇડલાઇનનું પાલન ન કરતા ત્યાં યુવાનો સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેર્યા સિવાય જ ફરતાં અને બેસતા હોવાથી ડો. રાજીવ કુમાર ગુપ્તાની ચેતવણી બાદ ગુરુવારે સોલિડ વેસ્ટ વિભાગે S G હાઇવે પર મોડી રાતે તપાસ કરી હતી. જેમાં શંભુ કોફી બાર, કિચન એન એન્જિનિયરિંગ, રતલામ કાફે, ડોન કા અડ્ડા આ ચાર સ્પોટ સીલ કરાયા છે.
મોડી રાત સુધી એસજી હાઇવે, સિંધુભવન રોડ, પ્રહલાદનગર અને રીંગ રોડ પર સરકારની ગાઇડલાઇન પ્રમાણે મોટી સંખ્યામાં યુવાનો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરતાં હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી શંભુ કોફી બાર, કિચન એન એન્જિનિયરિંગ, રતલામ કાફે, ડોન કા અડ્ડા ને સીલ કરાયા છે.








