8,000 સરકારી નોકરીના નિમણુંક પત્ર તત્કાલ આપવા આદેશ : મુખ્યમંત્રીની મોટી જાહેરાત

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણી એ વિવિધ સરકારી વિભાગોમાં ભરતીને લઈને મોટી જાહેરાત કરી છે. જે વિભાગોમાં ભરતી માટે પરીક્ષા લેવાઈ ગઈ છે અને ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે  તેમને તાત્કાલીક નિમણૂક પત્ર આપવામાં આવે તેવા આદેશ આપ્યા છે. ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ હોય તેવી તમામ જગ્યાઓ સહિત 8 હજાર જગ્યાઓ માટેના નિમણૂંકપત્રો તાત્કાલિક આપવાના સ્પષ્ટ આદેશ આપ્યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી સૂચના આપી છે કે જે ભરતીની જાહેરાત થઇ ગઈ છે અને પરીક્ષાની પ્રક્રિયા બાકી છે તે કોરોના સક્ર્મણની સ્થિતિ સામાન્ય થતા આગળ પ્રક્રિયા કરવા સૂચના આપવામાં આવી છે. કોવીડ -19 મહામારી બાદ તરત જ નવી ભરતીની જાહેરાત કરવામાં આવશે. આગામી પાંચ મહિનામાં રાજ્યના 20 હજારથી વધુ યુવાઓને સરકારી નોકરીની વ્યાપક તક મળશે.

માહિતી પ્રમાણે મુખ્યમંત્રીએ જીપીએસસી-ગૌણ સેવા પસંદગી મંડળ, પોલીસ,સામાન્ય વહિવટ વિભાગ,પંચાયત સેવા પસંદગી મંડળ, શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં ભરતી પ્રક્રિયા અંગેના આદેશો આપ્યા છે. રાજ્યમાં યુવાનોને સરકારી સેવામાં નોકરીની તક મળે તે માટે મુખ્યમંત્રીએ યુવા રોજગારલક્ષી અગત્યના નિર્ણયો કર્યો છે. 

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.