અમદાવાદ : પંચવટીમાં આવેલી 10 માળની બિલ્ડીંગ સિટી રતન ટાવરમાં 7માં માળે આવેલી એક ઓફિસમાં આગ લાગી છે. આ આગ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની 5 ગાડી ઘટના સ્થળે પહોંચી છે. હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ફાયરની ગાડીઓની સાથે ફાયર અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે.