અમદાવાદમાં કોરોના વાયરસની ફરીથી વિસ્ફોટક એન્ટ્રી થઈ છે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં છેલ્લા બે દિવસમાં 110 કોરોના પોઝિટીવ આવતા તંત્રમાં દોડધામમાં આવી ગયું છે. અમદાવાદમાં એક જ સ્થળે આટલી મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ આવવાનો આ પ્રથમ કિસ્સો છે.
અમદાવાદમાં વસ્ત્રાપુર વિસ્તારમાં GMDC ગ્રાઉન્ડની પાછળ આવેલ PSP ખાનગી કન્સ્ટ્રકશન કંપનીમાં કોરોના વિસ્ફોટ થયો છે. GMDC ગ્રાઉન્ડની પાછળ આવેલી PSP ખાનગી કન્સ્ટ્રકશન કંપનીમાં કામ કરતા કર્મચારીઓનો છેલ્લા બે દિવસમાં ટેસ્ટ કરવામાં આવતા દોડધામ મચી જવા પામી છે. આ PSP ખાનગી કન્સ્ટ્રકશન કંપનીના 110 જેટલા શ્રમિકો કોરોનાગ્રસ્ત હોવાનું ખૂલ્યું છે. હાલ તમામ દર્દીઓને સમરસ હોસ્ટેલમાં સારવાર માટે ખસેડાયા છે. આ શ્રમિકો એક મહિના પહેલાં જ અન્ય રાજ્યમાંથી અહીં આવ્યા હતા.
નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.