ગુજરાત હાઈકોર્ટમાં કોરોના વિસ્ફોટ 21 કર્મચારીઓ કોરોના ટેસ્ટ પોઝિટીવ

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. મંગળવારે ચાર કર્મચારીઓનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવતા બુધવારે આશરે 250 કર્મચારીઓનું ટેસ્ટિંગ હાથ ધરાયું હતું.
ગુજરાત હાઈકોર્ટ
એક જ દિવસમાં ગુજરાત હાઈકોર્ટમાં 17 કર્મચારીઓને કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે અને બે દિવસમાં 21 લોકોને કોરોનાનો ચેપ લાગયો છે. આના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મોટો નિર્ણય કર્યો છે અને કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત હાઇકોર્ટને સેનેટાઈઝ કરવામાં આવશે. અને 12થી 15 સપ્ટેમ્બર સુધી હાઈકોર્ટ બંધ રહેશે. ફિઝિકલ કોર્ટ શરૂ કરવાના નિર્ણયને પણ રદ કરાયો છે. પણ હાઈકોર્ટમાં અરજીઓની ઓનલાઈન સુનાવણી હાથ ધરાશે.

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.