અમદાવાદ : સ્વામિનારાયણ BAPS મંદિરમાં ગઈકાલે (ગુરુવારે) કોરોના વિસ્ફોટ થયો છે અને આ વિસ્ફોટ બીજે ક્યાંય નહીં પણ શાહીબાગ સ્વામિનારાયણ BAPS મંદિરમાં થયો છે. અમદાવાદ શહેરમાં વધતા જતા કોરોનાના પોજીટીવમાં શાહીબાગમાં આવેલ સ્વામિનારાયણ BAPS મંદિરના 28 લોકો સંક્રમિત થયા હોવાની માહિતી સામે આવી છે. આ તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુરુવારે અમદાવાદના શાહીબાગ સ્વામિનારાયણ BAPS મંદિર માંથી 28 લોકોને કોરોના પોઝીટીવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મંદિરમાં સાધુ-સંતો અને તમામ કર્મચારીઓ સહિત 150 લોકોના ટેસ્ટ કરતા હતા અને તેમાંથી 28 લોકોને કોરોના પોઝીટીવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. સાધુ – સંતો પોઝિટિવ આવતા તેઓને ક્વોરન્ટીન અને કોવિડ સેન્ટરમાં મોકલવાની કામગીરી કરવામાં આવી હતી.
રાજ્યમાં ગઈકાલ ગુરુવાર સુધી કુલ 25,59,916 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલ ગુરુવાર રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કુલ 1,325 કેસ નોંધાયા છે. ગઈકાલ ગુરુવાર 1,126 દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે અને ગઈકાલ ગુરુવાર સુધીમાં કુલ 81,180 દર્દીઓ સાજા થયેલ છે અને સાજા થવાનો દર રાજ્યનો 80.88 % થયેલ છે.
નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.