અમદાવાદ : ગુરુવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેમનગર ગુરુકુળ રોડ પર આવેલ નવનીત હાઉસ માં 9 કર્મચારીઓને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનીત હાઉસમાં કોરોનાના ટેસ્ટિંગની ઝુંબેશ હાથ ધરાઈ હતી. આ ઝુબેશમાં અહીયા કંપનીમાં 289 કર્મચારીઓનું ટેસ્ટિંગ કરાયું હતુ અને તેમાંથી 9 કર્મચારીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેઓને પણ સારવાર માટે કોવિડ સેન્ટર અને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.
ગુરુવારે અમદાવાદના શાહીબાગ સ્વામિનારાયણ BAPS મંદિર માંથી 28 લોકોને કોરોના પોઝીટીવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. થોડા દિવસ પહેલા વસ્ત્રાપુર વિસ્તારમાં પણ ખાનગી કંપનીમાં કોરોના વિસ્ફોટ થયો હતો. હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વાર સઘન કોરોનાના ટેસ્ટિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. કોરોનાને અટકાવવા માટે પગલાં પણ લેવાઈ રહ્યા છે.
નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.