‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની જાણીતી અભિનેત્રી કોરોના પોઝિટિવ, પોસ્ટ કરીને ફેન્સને કહ્યું કે.. મારા માટે પ્રાર્થના કરશો


મહારાષ્ટ્ર : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah)ની જાણીતી અભિનેત્રી પ્રિયા આહૂજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વિશે જણાવ્યું છે. પ્રિયાએ લખ્યું કે, ‘એ જણાવવી મારી ફરજ છે કે હું કોરોના પોઝિટિવ આવી છું. હું એસિમ્ટોમેટિક છું અને સારું કરી રહી છું. હું ડૉક્ટર્સ અને બીએમસીના તમામ નિયમોને ફોલો કરી રહી છું. હું હૉમ ક્વોરન્ટાઇન છું. જે છેલ્લા 2-3 દિવસમાં કોઈ પણ મારા ટચમાં આવ્યું હોય તો પોતાનો ટેસ્ટ કરાવી લે.’ ‘જ્યારે આ વાયરસની ખબર પડી ત્યારે હું શૂટિંગ નહોતી કરી રહી અને ઘરે હતી. પોતાને સુરક્ષિત રાખો અને માસ્ક પહેરવાનું ના ભૂલતા. આને હળવાશમાં ના લો. મને અને મારા બાળકોને તમારી પ્રાર્થનામાં રાખશો.’

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પ્રિયા એ રીટા રિપોર્ટરનું કેરેટ્કર પ્લે કરી રહી છે. જોકે લાંબા સમયથી તે શોમાંથી ગાયબ જોવા મળી રહી છે. બસ કેટલાક સમય પહેલા એક એપિસોડમાં તેની ઝલક જરૂર દેખાડવામાં આવી હતી. શોમાં તેને ઘણી જ પસંદ કરવામાં આવે છે. શોની શરૂઆતમાં તે ઘણી નજર આવતી હતી.

પ્રિયાની આ પોસ્ટ પર તારક મહેતાના તેના કો-સ્ટાર્સે તેના જલદી ઠીક થવાની કામના કરી છે. દિલીપ જોશી, ઝીલ મહેતા, સમય શાહે પોસ્ટ કરી. પ્રિયાના પતિ અને તારક મહેતાના ડાયરેક્ટર માલવ રાજદાએ પણ પોસ્ટ પર કૉમેન્ટ કરી છે.