15 આંધળી ચાકણની હેરાફેરીનું કૌભાંડ, કિંમત 2.25 કરોડ રૂપિયા

નર્મદા : તાંત્રિક વિધિ, કાલાજાદુ અને અંધવિશ્વાસ માટે કેટલાય અંધશ્રધાળુઓ સરીસૃપોની ઉપયોગ કરવા આવે છે. એમાં પણ આંધળી ચાકણ નામનું સરીસૃપ તાંત્રિક વિધિ, કાલાજાદુ માટે ખુબજ અગત્યનું હોય છે અને આ આંધળી ચાકણની કિંમત તેના કારણે જ લાખો રૂપિયા બોલાય છે. અને આવી 15 જેટલી આંધળી ચાકણ નર્મદાના ડેડીપાડાના જંગલમાંથી ત્રણ તસ્કરોને આંધળી ચાકણ સાથે પકડાયા છે. ચોંકવનારી વાત એ છે કે આ 15 આંધળી ચાકણની કિંમત 2.25 કરોડની છે. એક આંધળી ચાકણની કિંમત 15 લાખ રૂપિયા છે. જે ડમી ગ્રાહક મોકલીને 15 લાખ રૂપિયામાં એક આંધળી ચાકણનો સોદો કરાયો હતો.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા રેન્જ ફોરેસ્ટ અને એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા, વડોદરા (SPCA) તથા વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા વિભાગ અને નર્મદા જીલ્લાના ડેડિયાપાડા રેન્જ ફોરેસ્ટના સંયુક્ત પ્રયાસોથી આજરોજ ગુજરાત રાજ્યમાં સૌથી મોટી સંખ્યામાં વન્ય સરીસૃપ જીવ આંધળી ચાકણને બચાવવામાં આવી હતી. ગુજરાત રાજ્ય વન વિભાગના ડેડીયાપાડા રેન્જ ફોરેસ્ટના DCF નીરજ કુમાર તથા RFO જે.બી. ખોખર RFO સપના બેન ચૌધરી તથા ACF એ.ડી. ચૌધરી દ્વારા ડેડીયાપાડા રેન્જ ફોરેસ્ટ અને વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે આજરોજ વન્યજીવ 15 આંધળી ચાકણને બચાવવામાં આવી અને  ગેરકાયદેસર વેપાર કરતાં લોકો ને પકડી પાડવામાં આવ્યા છે.

15 આંધળી ચાકણની કિંમત 2.25 કરોડની છે. એક આંધળી ચાકણની કિંમત 15 લાખ રૂપિયા છે. જે ડમી ગ્રાહક મોકલીને 15 લાખ રૂપિયામાં એક આંધળી ચાકણનો સોદો કરાયો હતો. અને તેમાં વધુ જાણવા મળ્યું હતું કે 5 કિલો 250 ગ્રામ ની આંધળી ચાકણની કિંમત 1કરોડથી વધુ હોય છે.

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.