ગાંધીનગર : મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં શાળાઓ ચાલુ કરવા બાબતે મહત્વનો નિર્ણય લેવાયો છે. ગુજરાતમા 21 સપ્ટેમ્બર પછી ધોરણ 9થી 12 માટે શાળાઓ નહીં ખોલવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-4ની ગાઇડલાઇનમાં રાજ્યોને નિર્ણય કરવા કહ્યું હતું. જેની SOP હમણાં જાહેર થઇ છે. કેબિનેટ બેઠક બાદ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી કે રાજ્યમાં મરજીયાતપણે પણ સ્કૂલો ચાલુ નહીં કરાય. જે મામલે કેબિનેટમાં શાળાઓ ના ખોલવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.
21 સપ્ટેમ્બરથી વિધાનસભાનું સત્ર મળશે. આ ચોમાસુ સત્ર 5 દિવસનું રહેશે. તેમજ સત્રમાં 24 સરકારી વિધેયક રજુ કરાશે. તમામ ધારાસભ્યનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે.