![]() |
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ : ફાઈલ ફોટો |
છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર એવી ખોટી અફવા ફેલાઈ રહી છે કે કોરોના મહામારી બેકાબૂ થતા રાજ્ય સરકાર ફરી લોકડાઉનની જાહેરાત કરી શકે છે. જેના કારણે લોકોમાં લોકડાઉનને લઈ ચર્ચા અને ચિંતા વધી છે. આ મુદ્દો ગંભીર થતા હવે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે. માહિતી મુજબ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરતા કહ્યું કે રાજ્યમાં કોઈ પણ પ્રકારનું લોકડાઉન નહીં આવે. ગુજરાતમાં બધુ રાબેતા મુજબ ચાલુ રહેશે. નાગરિકોએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી અને અપીલ કરતા કહ્યું કે સોશિયલ મીડિયાની વહેતી અફવાઓને સાચી ન માનવી. હાલ સોશિયલ મીડિયા પર લોકાડાઉનને લઈ ઘણી અફવાઓ ફેલાઈ રહી છે. જેના કારણે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. સરકાર દ્વારા હાલ ફરી લોકડાઉન અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજ્યમાં કોઈ પણ પ્રકારનું લોકડાઉન હાલ લાગૂ નથી થવાનું.