અમદાવાદ : વલસાડ રૂલર પોલીસને બાતમીને આધારે કાર મુંબઈ થી અમદાવાદ તરફ દારૂનો જથ્થો ભરીને જઈ રહી છે. ગુંદલાવ બ્રિજ પાસે પોલીસે કારને અટકાવી તાપસ કરતા કારમાંથી 278 બોટલ દારૂનો જથ્થો મળ્યો હતો. અને કુલ 4.27 લાખના મુદ્દામાલ સાથે ઝડપી તેની ધરપકડ કરવામાં આવી હતી. કાર ચાલકની પ્રાથમિક પૂછતાછમાં તેણે નામ રાહુલ દિપક શાહ ( રહેવાસી, મીડોસ, અદાણી શાંતિગ્રામ ) અને અમદાવાદમાં અનિશ ઓર્ગોનિક, લોખંડવાલા એસ્ટેટ, સના મસ્જિદ પીરાણા રોડ પરની કેમિકલ કંપનીનો સંચાલક હોવાનું જાણવા મળ્યું હતું.
તેણે પોલીસને જણાવ્યું હતું કે, વર્ષે 8 કરોડનું ટર્ન ઓવર કરતી કંપની લૉકડાઉનમાં ખોટમાં જતા તેના સંચાલકે દારૂનો ધંધો શરૂ કર્યો હતો. તેની કંપની નોટબંધી, GST અને ત્યારબાદ લૉકડાઉનના કારણે ખોટમાં ચાલતી હતી, જેથી મહારાષ્ટ્રના દારૂની અમદાવાદમાં ડિમાન્ડ વધારે હોવાથી દારૂ છૂટક વેચાણ કરવા લઇ જતો હતો. હાલ વલસાડ રૂરલ પોલીસે આરોપી રાહુલ શાહનો સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવ્યો છે. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેની ધરપકડ કરી આગળની પૂછપરછ હાથ ધરવામાં આવશે.








