ફાસ્ટટેગ નહીં તો થર્ડ પાર્ટી વીમો નહીં મળે

નવી દિલ્હી : ભારત સરકારે એક પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેમાં નવો થર્ડ પાર્ટી વીમો લેવા માટે ફાસ્ટટેગ ને ફરજીયાત કરવાનો પ્રસ્તાવમાં નિર્ણય લેવાયો છે. તેના માટે સર્ટિફિકેટ ઓફ ઇન્સ્યોરન્સ ફોર્મ 51 માં ફેરફાર કરવામાં આવશે. તેમાં ફાસ્ટટેગની ડીટેલ કેપ્ચર કરવમાં આવશે. આ માટે માર્ગપરિવહન અને હાઇવે મંત્રાલયે ડ્રાફ્ટ નોટિફિકેશન જારી તેના ડ્રાફ્ટ પર લોકોના સૂચનો મગાવ્યા છે. આ નવી વ્યવસ્થા 1 એપ્રિલ 2021 થી લાગુ થશે.

બીજી બાજુ સરકારે 1 ડિસેમ્બર 2017થી પહેલા વેચાયેલા જુના વાહનો એટલે કે ફોર વિહલર પર ફાસ્ટટેગ ને લગાવવું ફરજીયાત કર્યું છે. સેન્ટ્રલ મોટર વહિકલ રૂલ્સ 1989ની સુધારેલી જોગવાઈઓ અનુસાર નવી વ્યવસ્થા 1 જાન્યુઆરી 2021થી લાગુ થશે.

એટલે કે હવે નવી વ્યવસ્થા પ્રમાણે તમે થર્ડ પાર્ટી વીમો લેવા જશો તો તમારે ફાસ્ટેગની ડીટેલ આપવી ફરજીયાત રહેશે. અને જો તમારું ફોર વિહલર 1 ડિસેમ્બર 2017થી પહેલા વેચાયેલા છે. તો ફાસ્ટટેગ ફરજીયાત લગાવવું પડશે. 

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.