વડોદરાની સયાજી હોસ્પિટલના ઈમર્જન્સી વોર્ડ માં ત્રીજા માળ પર આવેલા કોવિડ વિભાગમાં આગ ફાટી નીકળી છે. વીજળી ના વાયરો સળગતા ધુમાડાથી કોરોના દર્દીઓમાં દોડધામ મચી ગઈ છે. આગ લાગ્યાની જાણ થતા જ ફાયર બ્રિગેડ હોસ્પિટલે દોડી આવ્યું હતું.
ફાયર બ્રિગેડ દ્વારા વોર્ડમાં ફસાયેલા કોરોના દર્દીઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. લાઈટો બંધ થઈ જવાને કારણે ફાયરની કામગીરીમાં મુશ્કેલી પડી હતી. ફાઈટરોએ ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવી લીધો છે અને તમામ દર્દીઓને સલામત રીતે બહાર કાઢી લીધા છે અને દર્દીઓને નજીકની બીજી હોસ્પિટલમાં ખડસેડવામાં આવી રહ્યા છે. આ અંગે જાણ થતા OSD ડો. વિનોદ રાવ અને સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. રંજન ઐયર દોડી ગયા હતા. બે દિવસ પહેલા જ આગ અંગેની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ, જામનગર બાદ વડોદરામાં ત્રીજી આગની ઘટના સામે આવી છે. પહેલા અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગી હતી જેમા કોરોના દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને ત્યારબાદ જામનગરની કોવિડ હોસ્પિટલમાં પણ આગ લાગી હતી.
નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.