ગુજરાત : રાજ્યમાં કોરોનાનો કહેર હાહાકાર મચાવી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસના અનેક મંત્રીઓ, ધારાસભ્યો, કાર્યકરતાઓ અને સાંસદોને કોરોના સંક્રમિત બન્યા છે. ત્યારે હાલ એક મોટા સમાચાર સામે મળી આવી રહ્યા છે. ભાજપના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. એટલું જ નહીં, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈના કેરટેકરનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક દિવસથી કેશુબાપાની તબિયત સારી ન હતી. ત્યારે તેમનો કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. કેશુભાઈ પટેલ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હોમ ક્વોરન્ટીન થયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેશુભાઈ પટેલના પુત્ર સાથે વાત કરી છે અને સારવારમાં કોઈ કચાસ નહીં રહે એવી ખાતરી આપી છે.