ગુજરાત : ગુજરાતના ગરબા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે પણ આ કોરોનાના કહેર વચ્ચે આ વર્ષ માં નવરાત્રિ - 2020 ના આયોજનને લઈ મહત્વના સમાચાર આવ્યા છે. રાજ્યના મોટા ગરબા આયોજકો 20 માંથી 18 આયોજકોએ એટલેકે 90 ટકા આયોજકોએ ગરબા રમાડવાની ના પાડી રહ્યા છે. કોરોનાકાળમાં ગરબાના આયોજન મામલે હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી. પરંતુ ગરબા સંચાલકોએ જ પહેલ કરી છે કે, વર્તમાન સ્થિતિને જોતા આ વર્ષે ગરબાનું આયોજન નહીં કરે. લોકોની સુરક્ષા અને હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગરબા આયોજકોએ કહ્યું કે છે કે, મોટા ગરબા આયોજન કરતા હજારો લોકો આવતા હોય છે તેના કારણે સોશિયલ ડિસ્ટન્સ (social distance) જાળવવું એ શક્ય નથી. અને સાથે જ હજારો માણસો પાસે નિયમોનું પાલન કરાવવું અમારા હાથમાં નથી. જો કે આવી પરિસ્થિતિમાં મોટા ભાગના ગરબા આયોજકોનું માનવું છે કે, કોરોનાની મહામારીમાં ગરબાનું આયોજન કરવાથી કોરોના વધુ ફેલાઈ શકે છે. જેથી એક વર્ષ માટે ગરબા નહીં રાખી શકાય છે. આ સાથે જ શેરી ગરબા સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે આયોજિત કરવાનું સૂચન પણ આપવામાં આવ્યું છે.
અને બીજી તરફ આ વર્ષે ગરબા ન યોજવાની ડોકટરો દ્વારા માંગ ઉઠી છે. અમદાવાદ મેડિકલ એસોસિયેશન (AMA)ની સરકારને આ વર્ષે નવરાત્રિમાં ગરબા ન યોજવા રજૂઆત કરી છે. અગાઉ જે રીતે તહેવારો ના યોજાયા તે રીતે ગરબા પણ ના યોજાય અને વધુ કહ્યું કે, ગરબા કોઈ જીવન જરૂરિયાતની વસ્તુ નથી. કોરોના સંક્રમણ રોકવા માટે ગરબા ન યોજાય તે ખુબ જ આવશ્યક છે. આ વર્ષે નવરાત્રિનું આયોજન ન કરો.
નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.