ભારત : Paytm ગૂગલ પ્લે સ્ટોર પર ફરી એકવાર ઉપલબ્ધ છે. ગૂગલ પ્લે સ્ટોર માંથી કેટલાક સમય માટે કાઢી નાખવામાં આવ્યું હતુ. Paytm તાજેતરમાં જ ફેન્ટેસી લીગની શરૂઆત કરી હતી અને કાલથી IPL 2020 પણ શરૂ થઈ રહી છે. Paytm એ એક સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે કંપની ગૂગલની પૉલિસી રિક્વાયરમેન્ટ અંતર્ગત હવે કેશબેક કૉમ્પોનેંટ હટાવી રહી છે. જોકે કંપનીએ કહ્યું છે કે આ અસ્થાઈ રીતે છે. સેલ્ફ રેગ્યૂલેટરી બૉડીએ ગૂગલથી આ એપ Paytm એપને હટાવવા કહ્યું હતુ.
Update: And we're back! 🥳
— Paytm (@Paytm) September 18, 2020
Dream 11 IPL 2020 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. ક્રિકેટથી જોડાયેલી ફેન્ટેસી લીગ બેસ્ડ એપની રેસ તેજ થઈ છે. કેમકે Dream 11 પ્લે સ્ટોર પર ઉપલબ્ધ નથી અને આનું કારણ પણ ગૂગલની પોલિસી છે. આવી સ્થિતિમાં ફેન્ટેસી લીગ બેસ્ડ સ્પોર્ટ્સ ગેમિંગ માટે બનાવવામાં આવેલી સેલ્ફ રેગ્યૂલેટરી બૉડીએ ગૂગલથી આ Paytm એપને હટાવવા કહ્યું હતુ.
એક સ્ટેટમેન્ટમાં Paytmએ કહ્યું કે, એ સાચું છે કે Paytm પર કરવામાં આવેલી એક્ટિવિટી સંપૂર્ણ રીતે કાયદેસર છે. અમે અસ્થાઈ રીતે કેશબેક કૉમ્પોનેંટને હટાવી દીધું છે જેથી ગૂગલ સ્ટોરની પોલિસી રિક્વારમેન્ટને પૂર્ણ કરી શકાય. FIFS એ ગૂગલથી આ પ્રકારની એપ્સને હટાવવા કહ્યું હતુ. Paytmને પ્લે સ્ટોરથી હટાવવામાં આવ્યા બાદ FIFS એ ગૂગલનો આભાર માન્યો હતો. આ રેગ્યુલેટરી બૉડીનું માનવું છે કે જ્યારે ભારતમાં આ પ્રકારની એપ્સ કાયદેસર છે તો ગૂગલ પ્લે સ્ટોર કેમ કેટલીક એપને પોતાના પ્લેટફોર્મથી બેન કરે છે, જ્યારે કેટલીક એપ્સને રાખે છે.