ગુજરાત રાજ્યમાં હેલ્મેટ પહેરવાના કાયદાનો કડક પાલન માટે ગાંધીનગર સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના વડા દ્વારા આજથી 10 દિવસ એટલે કે 20 સપ્ટેમ્બર સુધી સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ યોજવા માટેના આદેશ આપવામાં આવ્યા છે.
અમદાવાદમાં આજે સવારથી જ ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેરનાર લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. હેલ્મેટ ન પહેરનાર ને 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. દરેક ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસની કામગીરી શરૂ કરી દેવામાં આવી. હેલમેટ ડ્રાઈવ અંગે રાજ્યના DGP આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, હમણાં હાઇવે પર ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, પરંતુ શહેરમાં પણ કોઈ હેલ્મેટની કાર્યવાહી કરે તો પાબંદી નથી. શહેરમાં પણ હેલ્મેટનો દંડ પોલીસ વસૂલ કરી શકે છે.
લાયસન્સ, વીમો અને પીયુસી જેવા દસ્તાવેજો ન હોય તો પહેલીવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ કરવામાં આવશે. કાચ પર બ્લેક ફિલ્મ લગાવવા પર પહેલીવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ અને ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવા પર પહેલીવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ વસૂલ કરવામાં આવશે. અડચણરૂપ પાર્કિંગ કરવા પર પહેલીવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ વસુલ કરવામાં આવશે.
16 સપ્ટેમ્બરથી નવા સુધારા મુજબ વાહન ચાલકને નિયમો લાગુ પડશે, ડિજિટલ ડોક્યુમેન્ટ બતાવવા છૂટ, રસ્તા પર પૂર ઝડપે બાઈક ચલાવવા સામે સખ્તાઈથી કામ લેવાશે, લાયસન્સ વગર વાહન ચલાવવા પર માલિક અને વાહન ચાલક બન્નેને 3000 સુધીનો દંડ, જાહેર જગ્યાએ રેસ કરવા પર પહેલીવાર રૂ.5000 અને બીજીવાર રૂ.10,000 દંડ
હેલ્મેટ ન પહેરનારને 500નો દંડ, RC બુક અને વીમો ન હોય તો 500નો દંડ, બીજી વખત પકડાયા તો 1000 દંડ
સીટ બેલ્ટ ન પહેર્યો હોય તો 500 દંડ, બાઈક પર ત્રિપલ સવારી પર દંડ રાખવામાં આવ્યો નથી પણ બને તો બે લોકોએ જ વાહન પર મુસાફરી કરવી.