ગુજરાત રાજ્ય સરકારે અનલોક-4ની ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. ગુજરાત રાજ્યના ગૃહ વિભાગે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ ગુજરાતમાં જ્યાં કન્ટેન્ટમેન્ટ ઝોન છે ત્યાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે.
ગુજરાતની જનતા માટે ખુશખબર
- હોટેલ અને રેસ્ટોરન્ટ 10 વાગ્યાના બદલે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે
- પબ્લિક ગાર્ડન પણ ખુલશે
- ધાર્મિક સ્થળો પણ સંપૂર્ણ ખુલ્લા રાખી શકાશે
- 8 વાગ્યા સુધી ખુલ્લી રહેતી દુકાનો હવે 24 કલાક સુધી ખુલ્લી રાખી શકાશે
- સ્કૂલ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે.
- લારી-ગલ્લા અને શેરી ફેરિયાઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં
- 60 ટકા કેપેસિટી સાથે લાઈબ્રેરીઓ પણ ખુલશે
- સિનેમાગૃહો-મલ્ટિપ્લેક્સ હજી પણ બંધ રહેશે
- ઓપન એર થિએટર 21મીથી ખોલી શકાશે
- ઓનલાઇન લર્નિંગ અને ડિસ્ટન્સ લર્નિંગ યથાવત રહેશે
- 7મી સપ્ટેમ્બરથી અમદાવાદમાં મેટ્રો રેલ સેવા શરૂ થશે
- ઓટો રિક્ષામાં માત્ર બે પેસેન્જર મુસાફરી કરી શકશે
- કેબ-ટેક્સીમાં બે મુસાફર પ્રવાસ કરી શકશે, જો સીટિંગ કેપેસિટી 6 કે તેથી વધુ હશે તો ડ્રાઈવર સહિત અન્ય ત્રણ મુસાફરી કરી શકશે
નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.