મહત્વની સૂચના : ગુજરાત યુનિવર્સીટીમાં ઓનલાઇન પરીક્ષા માટે ડિવાઇસ રજિસ્ટ્રેશન પ્રકિયા શરૂ

ગુજરાત : ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા બાદ હવે ઓનલાઇન પરીક્ષા મહિનાના અંત સુધીમાં ચાલુ થાય તેવી શક્યતા છે.  ઓનલાઇન પરીક્ષા માટે 12000 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે તેમના માટે ડિવાઇસ રજિસ્ટ્રેશન પ્રકિયા શરૂ થઈ ગઈ છે. 19 સપ્ટેમ્બર સુધી આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહશે. વિધાર્થી ક્યાં ડીવાઈસ દ્વારા પરીક્ષા આપવા માંગે છે જેમકે લેપટોપ, મોબાઈલ, ટેબલેટ કે કોમ્પ્યુટરથી તેના માટે વિદ્યાથીએ ડીવાઈસ રજિસ્ટ્રેશન માં પસંદગી કરવાની રહેશે.  ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઇન પરીક્ષાને લઈ મહત્વની સૂચનાઓ આપી છે. તેમાં ડીવાઈસના પાવર સપ્લાય, ઇન્ટરનેટ, બ્રાઉઝર, કેમેરા વગેરેની ચકાસણી કરવાની રહેશે.

ઓનલાઇન પરીક્ષા માટે ડીવાઈસ રજિસ્ટ્રેશન માટેની પ્રકિયા

- રજિસ્ટ્રેશન સમયે મોબાઈલ અને ઇ- મેલની માહિતી સાથે રાખવી.
- ગૂગલ ક્રોમમાં https://digionlineexam.com વેબસાઈટ ઓપન કરવી.
- વિદ્યાર્થીએ તેમાં પોતાનો એનરોલમેન્ટ નંબર,મોબાઈલ નંબર અને ઇ- મેલ નાખવાનો રહેશે.
- ખોટી વિગત હશે તો ફોર્મ સબમિટ થશે નહીં માટે ચોકસાઈથી ભરવાનું રહેશે.
- ફોર્મ ભર્યા બાદ વિદ્યાર્થીઓ પરીક્ષા અંગેની પોતાની સંપૂર્ણ વિગતો જોઈ શકશે.
- વિગતો સાચી હોય તો “I have checked all the detail and found it correct" (મેં બધી વિગત તપાસી છે.
અને તે સાચી છે) બટન ઉપર ક્લિક કરવું.
- કોઈ ભૂલ હોય તો “My information is INCORRECT" (મારી માહિતી ખોટી છે) બટન ઉપર ક્લિક કરવું.
- “My information is INCORRECT" (મારી માહિતી ખોટી છે) ક્લિક કર્યા બાદ વિદ્યાર્થીઓ પોતાની સાચી વિગત ભરવાની રહેશે. માહિતીની ચકાસણી કર્યા બાદ સુધારો કરવામાં આવશે.
- કોઈપણ મુશ્કેલી પડે તો યુનિવર્સિટીમાં હેલ્પલાઇન નંબર 79-26300105 અથવા 26308565 કે 7600959795 ઉપર સંપર્ક કરવો.

ગુજરાત યુનિ. મહત્વની સૂચના માટે લિંક https://www.gujaratuniversity.ac.in/data/circular/Examination%20Circular/Device%20Registration_Gujarati.pdf