ગુજરાત સરકાર, પંચાયત સેવાના કર્મચારી, અધિકારીઓને 1લી જાન્યુઆરી 2020થી ચૂકવવાપાત્ર થતું મોંઘવારી ભથ્થું 31 માર્ચ 2021 સુધી નહી ચૂકવવાનો નિર્ણય કર્યાનું શનિવારે ઠરાવમાં સ્પષ્ટ થયું છે.
સામાન્ય વહીવટ વિભાગના ઠરાવમાં 1લી જુલાઈ 2020થી એક વર્ષ માટે નિવૃતિ બાદ કરાર આધારિ નિમણૂક થયેલા અને થતા અધિકારી-કર્મચારીઓના પગારમાં 30 % પગારકાપનો અમલ કરવા આદેશ કર્યો છે.
કોરોના મહામારીને કારણે રાજ્ય સરકારે એક વર્ષ માટે એટલે કે માર્ચ 2021 સુધી 30 % ધારાસભ્યો, મંત્રીઓ, વિપક્ષના નેતા અને વિધાનસભાના અધ્યક્ષના પગારમાં કાપનો નિર્ણય કર્યો છે. આ અંગે સરકારે એપ્રિલમાં વટહૂકમ બહાર પાડી તેનું અમલીકરણ કર્યું છે.
નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.