લોકડાઉનના કારણે 29 લાખ કેસો અને 78,000 મોત અટકાવી શકાયા : કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધન

નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રની શરૂઆત થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધને જણાવ્યું હતું કે દેશવ્યાપી લોકડાઉન સરકારનો ખુબ હિંમતભર્યો નિર્ણય હતો અને ભારત દ્વારા આજે પણ કોરોનાને રોકવા માટે સામૂહિક ધોરણે ખુબ પ્રયત્ન કરી રહ્યા છીએ. સરકારના આ નિર્ણયના કારણે કોરોનાના 14થી 29 લાખ કેસો અને 37,000થી 78,000 મોત અટકાવી શકવામાં મદદ મળી છે.

કોરોનાના કેસનો આંકડો આજે 50 લાખને પહોંચવાની નજીક છે અને મોત પણ 78,000થી ઉપર થઈ ચૂક્યા છે. હવે કોરોનાના કેસમાં ભારત હવે અમેરિકા પછી બીજા નંબરે આવી ગયું છે અને કોરોનાના કેસ સતત વધતા રહે તો દિવાળી સુધીમાં ભારત અમેરિકાને પણ પાછળ પાડીને ટોચના ક્રમે આવી જશે તેમ માનવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.