ગૃહમંત્રી અમિત શાહ ઘણા સમયથી તબિયત સાથે જોડાયેલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. થોડા દિવસોમાં પહેલા ગૃહમંત્રી અમિત શાહ ને કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. અને સારવાર પછી કોરોના નેગેટિવ આવ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હવે અમિત શાહને શ્વાસ લેવામાં તકલીફ પડતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અમિત શાહને શનિવારના રોજ રાત્રે 11 વાગ્યે એઈમ્સમાં દાખલ કરાયા છે.
એઈમ્સના એક સૂત્રએ જણાવ્યું હતું કે અમિત શાહ થોડો સમય હોસ્પિટલમાં રહે તે જ સારું છે, અહીં દેખરેખ હેઠળ તેમની સારવાર થઇ શકે. હાલમાં અમિત શાહને એઈમ્સમાં કાર્ડિયો ન્યુરો ટાવરમાં દાખલ કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.