કોરોનાના વધતા કેસ ના કારણે રાજ્યના કયા શહેરમાં લગાવવામાં આવી કલમ-144

વડોદરા : વડોદરા શહેરના પોલીસ કમિશ્નર આર.બી. બ્રહ્મભટ્ટે જાહેરનામુ બહાર પાડીને વડોદરામાં કલમ 144 લાગુ કરેલ છે. આ કલમ લાગુ પડવાના લીધે વડોદરામાં સભા, રેલી, સરઘસ કાઢી શકાશે નહી. આ સાથે આ કલમ લાગતા ચાર થી વધુ વ્યક્તિ ભેગા થઇ શકે નહીં.

શહેરમાં કોરોનાના કેસની સંખ્યામાં ધીરે ધીરે વધારાના પગલે કલમ-144 લાગુ કરવામાં આવી છે. 27મી સપ્ટેમ્બરથી 11 ઓક્ટોબર સુધી વડોદરામાં કલમ-144 લાગેલી રહેશે. વડોદરામાં હાલ સુધીમાં કુલ 11,147 કેસ નોંધાઈ ચૂક્યા છે. તેમા 1,702 કેસ એક્ટિવ છે. 172ના મોત થયા છે. જ્યારે 9,273 લોકો સાજા થયા છે.