ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદ્દાખમાં પેંગોંગ સો તળાવની દક્ષિણ તરફની પરિસ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે. ચીનની વેસ્ટર્ન થિયેટર કમાન્ડે આરોપ લગાવ્યો છે કે 7 સપ્ટેમ્બરના રોજ તેના સૈનિકો વાટાઘાટો કરવા ગયા હતા અને ત્યાં ભારતીય સૈનિકોએ તેમના પર ગોળી મારી હતી. જો ચીનનો આક્ષેપ સાચો છે, તો 45 વર્ષ પછી આ પહેલીવાર છે જ્યારે બંને દેશો વચ્ચે ગોળીબાર થયો છે. અને બીજી તરફ ભારતીય સૂત્રો કહે છે કે ચીની સૈનિકો ટોચ પર કબજો મેળવવા માટે ગાલવાન જેવી હિંસાને પુનરાવર્તિત કરવા માંગતા હતા અને ભારતીય સૈનિકોએ બચાવમાં હવામાં ગોળીબાર કરવો પડ્યો.
ચીનના સરકારના પ્રચાર પ્રસારણ અખબાર ગ્લોબલ ટાઇમ્સે પેંગોગ સો નજીક ચીન સૈન્યની વેસ્ટર્ન થિયેટર કમાન્ડના પ્રવક્તાને ટાંકીને એક અથડામણનો દાવો કર્યો છે. ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે, 'ભારતીય સેનાએ પેંગોંગ સો તળાવના દક્ષિણ છેડે નજીક શેનપાઓ ટેકરી પર એલએસીને પાર કરી હતી. ભારતીય સૈનિકોએ વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો પીએલએની સરહદ પેટ્રોલીંગના સૈનિકો પર ચેતવણી આપતા ગોળીબાર કર્યો, ત્યારબાદ ચીની સૈનિકોએ પરિસ્થિતિને કાબૂમાં લેવા પગલાં ભરવા પડ્યાં.
પીએલના વેસ્ટર્ન થિયેટર કમાન્ડરના પ્રવક્તા ઝાંગ શુઇએ ભારત પર આરોપ લગાવતા કહ્યું હતું કે, 'ભારતીય પક્ષે દ્વિપક્ષીય કરારનું ઉલ્લંઘન કર્યું છે. આનાથી વિસ્તારમાં તનાવ અને ગેરસમજો વધશે. આ ગંભીર લશ્કરી ઉશ્કેરણી છે. ' ઝાંગે વધુમાં કહ્યું કે, 'અમે ભારતીય પક્ષ તરફથી ખતરનાક પગલાં રોકવા અને ફાયરિંગ કરનાર વ્યક્તિને શિક્ષા આપવાની માંગ કરી છે. તે જ સમયે, ભારતે સુનિશ્ચિત કરવું જોઈએ કે આવી ઘટનાઓ ફરીથી ન થાય. પીએલએના પશ્ચિમી કામંદના સૈનિકો તેમની ફરજો નિભાવશે અને રાષ્ટ્રની પ્રાદેશિક સાર્વભૌમત્વનું રક્ષણ કરશે.
સુત્રોએ જણાવ્યું હતું કે, ચીની સૈનિકોએ મુખપરી શિખર પર કબજો મેળવવા માટે 7 સપ્ટેમ્બરના રોજ લોખંડની સળિયા અને કાંટાળા થાંભલાઓ આગળ વધ્યા હતા, પરંતુ ભારતીયોએ તેમને અટકાવી દીધા હતા. ઘણી ચેતવણીઓ પછી જ્યારે ચીની સૈનિકો દાદાગીરી પર ઉતર્યા હતા, ત્યારે ભારતીય સૈનિકોને તેમને હવામાં ગોળીબાર કરવાની ફરજ પડી હતી. ભારતીય સૈનિકોએ એવી રીતે ગોળીબાર કર્યો કે કોઈ પણ ચીની સૈનિકને નુકસાન ન પહોંચ્યું. અને વધુમાં તમને જણાવીએ કે, ગાલવાન હિંસા બાદ ભારત સરકારે આત્મરક્ષણ માટે ભારતીય જવાનોને ગોળી મારવાનો અધિકાર આપ્યો હતો.
નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.