ગુજરાત : રાજ્યમાં પ્રથમ વખત મુખ્યમંત્રી મહિલા કલ્યાણ યોજના શરૂ કરીને 10 લાખથી વધુ માતા-બહેનોને 0 % વ્યાજે લોન આપવામાં આવશે. રાજ્યની મહિલા શક્તિને આત્મનિર્ભર અને સ્વાવલંબી બનવા માટે ગુજરાત સરકારે મોટી ભેટ આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની રાજ્યની માતૃશક્તિને ભેટ આપવામાં આવશે. આત્મનિર્ભર ભારતના પ્રધાન મંત્રીના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની મહિલા શક્તિ ભાગ લેશે.
રાજ્યના 1 લાખ મહિલા જૂથની કુલ 10 લાખ માતા-બહેનોને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ મળશે. આમાં કુલ 1000 કરોડ સુધીનું ધિરાણ મહિલા જૂથોને અપાશે. બેંક લોનનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે અને લોન માટે જરૂરી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી અપાશે. મહિલા જૂથ દીઠ રૂ. 1 લાખનું લોન-ધિરાણ સરકારી, સહકારી, ખાનગી બેંકો, આરબીઆઈ માન્ય ધિરાણ સંસ્થાઓમાંથી મળશે. મુખ્યમંત્રીએ બેંકોને આ યોજનામાં જોડાવા આહવાન કર્યું છે. બેન્કો સાથે ટૂંક સમયમાં યોજનામાં જોડાવા અંગેના MOU રાજ્ય સરકાર કરશે.
ગ્રામીણ વિસ્તારોના 50,000 અને શહેરી ક્ષેત્રના 50,000 મળી કુલ 1 લાખ મહિલા જૂથોને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં આવરી લેવાનો અભિગમ છે. ગ્રામીણ વિસ્તારોમાં યોજનાનું અમલીકરણ ગ્રામવિકાસ વિભાગના ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપની દ્વારા કરાશે. શહેરી વિસ્તારોમાં શહેરી વિકાસ વિભાગનું ગુજરાત અર્બન લાઇવલી હુડ મિશન અમલીકરણ કરાશે.
નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.