આજથી પાન મસાલાનાગલ્લાઓ બંધ જાણો કયા વિસ્તારોમાં

પ્રતિકાત્મક તસવીર
અમદાવાદ : બોપલ વિસ્તારમાં મોટાભાગના પાનના ગલ્લાં બંધ જોવા મળ્યા છે. પાનમસાલાના રસિયાઓ આજે સવારથી ગલ્લાંઓ શોધતા જોવા મળ્યા હતા. ગુજરાતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. અમદાવાદમાં ઘટી રહેલા કોરોનાના કેસોમાં ફરી વધારો ન થાય તે માટે AMCએ બોપલમાં કડક કાર્યવાહી કરી રહી છે. જેનો ભોગ આજે પાન મસાલાના ગલ્લાવાળા બન્યા છે. 

અમદાવાદનાં બોપલ વિસ્તારમાં આજે તંત્રએ પાનના ગલ્લા પર ચેકિંગ હાથ ધર્યુ હતુ. પાનના ગલ્લા પર માસ્ક વિનાના લોકો, સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ થતો હોય ત્યાં તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી. પહેલા પણ મહાપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા બોપલમાં આઠ પાનના ગલ્લા સીલ કરાયા હતા. ત્યારબાદ બોપલના ગલ્લાવાળા ઓએ ગલ્લાઓ ફરજિયાત પણે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. બોપલ વિસ્તારમાં AMCની  પ્રથમ ડ્રાઈવ કરવામાં આવી હતી. જેમાં પાનના ગલ્લા, ચાની કિટલીઓ પર મોટા પ્રમાણમાં લોકો દેખાતા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અહીં લોકો માસ્ક ન પહેરતા, જાહેરમાં થૂંકતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. દંડથી લઈ સીલિંગ સુધીની કાર્યવાહી કરવામાં આવી છે.