Paytm એપને ગુગલે પ્લે સ્ટોર માંથી કાઢી દેવામાં આવી, શુ થયું, શેના માટે, વધુ જાણો?

ભારત : ગુગલે પેટીએમને આપ્યો મોટો ઝટકો. ગુગલે પ્લે સ્ટોર માંથી પેટીએમની બે એપને કાઢી દેવામાં આવી છે. પેટીએમ ઉપર ગુગલની પોલિસીનું પાલન ન કરવાનો આરોપ છે. ગુગલના કહ્યા પ્રમાણે તે ઓનલાઈન કેસિનો કે જુગાર સાથે જોડાયેલી એપને પોતાના પ્લેટફોર્મ પર પ્રમોટ નહીં કરે. 

પેટીએમને હટાવી દેવા મામલે ગુગલે કહ્યું કે, તે કોઈપણ રીતે ગેમ્બલિંગની એપને સમર્થન નહીં કરે. પેટીએમ અને UPI એપ One97 Communication Ltd. દ્વારા ડેવલપ કરવામાં આવી છે. પેટીએમને ગુગલ પ્લે સ્ટોર પર સર્ચ કરતાં તે જોવા મળતી નથી. પહેલેથી એન્ડ્રોઈડમાં ઈન્સ્ટોલ એપ જ કામ કરશે. નવી એપ્લિકેશન ડાઉનલોડ નહીં કરી શકાશે. પેટીએમ પેમેન્ટ એપ સિવાય ની કંપનીની અન્ય એપ્સ Paytm for business, Paytm money, Paytm mall વગેરે ગુગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. 

ગુગલના સુઝાન ફ્રે કે જેઓ ગુગલના પ્રોડક્ટ, એન્ડ્રોઈડ સિક્યોરિટી અને પ્રાઈવસીના વાઈસ પ્રેસિડેન્ટ છે, તેઓએ જણાવ્યું કે, અમે ઓનલાઈન કેસિનોને પરમિશન આપતાં નથી. કે પછી એવી કોઈપણ એપનું સમર્થન કરતાં નથી કે જે ગેમ્બલિંગની સુવિધા આપે છે. જો કોઈ એપ ઉપભોક્તાઓને કોઈ બહારની વેબસાઈટ પર લઈ જાય છે, જ તેઓને અસલી પૈસા કે રોકડ પુરસ્કાર જીતવા માટે પેમેન્ટ કરેલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે પરમિશન આપે છે, તે અમારી પોલિસીનું ઉલ્લંઘન છે. અમારી પાસે યુઝર્સને સંભવિત નુકસાનથી બચાવવા માટે આ પોલિસી છે. જ્યારે કોઈ એપ આ નીતિઓનું ઉલ્લંઘન કરે છે, તો અમે ઉલ્લંઘનકર્તાના ડેવલપરને સૂચિત કરીએ છીએ અને એપને ગુગલ પ્લે સ્ટોરથી ત્યાં સુધી હટાવી દઈએ છીએ જ્યાં સુધી ડેવલપર એપને નિયમો અનુરૂપ બનાવતાં નથી ત્યાં સુધી ગુગલ પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવે છે. અને આવા મામલા કે જ્યાં નીતિઓનું વારંવાર ઉલ્લંઘન કરવામાં આવે છે, તેવામાં ગુગલ દ્વારા ગંભીર કાર્યવાહી કરવામાં આવે છે, જેમાં ડેવલપરનું એકાઉન્ટ ખતમ કરી દેવામાં આવશે.

આ મામલે પેટીએમ ટ્વીટ કરીને પોતાના ગ્રાહકોને સંદેશ આપતાં લખ્યું કે, હાલ ગુગલ પ્લે સ્ટોર પેટીએમ એપ ડાઉનલોડ કે અપડેટ કરવી ટેમ્પરરી ઉપલબ્ધ નથી. અને તે ટૂંક સમયમાં પાછી આવી જશે. તમારી તમામ રકમ સુરક્ષિત છે, અને તમે સામાન્ય રીતે જ તમારી પેટીએમ એપને યુઝ કરી શકો છો.