કોરોના રિપોર્ટ ક્યાંથી મળશે? : લોકો સ્વેચ્છાએ કોરોના ટેસ્ટ કરાવવા ગયા પણ કોરોના કાઉન્ટર પર મેડિકલ ટીમ ગેરહાજર


અમદાવાદ : શહેરમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે થઈ સઘન ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. તંત્ર પણ ખડે પગે ઉભું રહીને કાર્ય કરી રહ્યું છે. શહેરના સાતેય ઝોનમાં અલગ અલગ વિસ્તારમાં રોડ પર કાઉન્ટર ઊભા કર્યા છે અને કોરોના મફતમાં ટેસ્ટ થાય છે અને ટેસ્ટનો ટાઈમ સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધીનો છે. જયારે  ઘાટલોડિયાના પ્રભાતચોક વિસ્તારમાં સવારે 9થી 5 ટેસ્ટનો ટાઈમ હોવા છતાં કાઉન્ટર પર કોઈ મેડિકલ ટીમ હાજર જોવા મળી નથી.

લોકો સ્વેચ્છાએ ટેસ્ટ માટે આ કાઉન્ટર પર 9 વાગ્યા પછી પહોંચ્યા હતા. અને 10 વાગ્યા સુધી મેડિકલ ટીમ ત્યાં હાજર થઇ ન હતી. તેના કારણે લોકોએ ત્યાં રાહ જોવી પડી હતી. સવારે 9 વાગ્યાથી બપોરે 12 સુધીમાં દરેક કાઉન્ટર પર લોકો ટેસ્ટ કરાવવા હવે ધીરેધીરે આવી રહ્યા છે. આવામાં આવા કિસ્સા સામે આવી રહ્યા છે. કોર્પોરેશન તંત્રના અધિકારીઓએ કોરોનાની મહામારીના આવા કપરા સમયમાં આવી લાલિયાવાડી પર વધુ ધ્યાન આપવું ખુજ જરૂરી છે.