ફી મુદ્દે કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો : CBSE સહિતનાં તમામ બોર્ડની ખાનગી શાળા-સંચાલકો માત્ર 25% જ ફી માફી આપશે

પ્રતીકાત્મક તસ્વીર
ગુજરાત : કોરોનાના કારણે શાળાઓ માર્ચ મહિનાથી બંધ છે અને શાળાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ઘણા દિવસોથી ફી માફી માટે શાળા, વાલીઓ અને સરકાર વચ્ચે વાતઘાટો ચાલી રહી હતી. જેના પગલે વાલીઓ માટે આજે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યની ખાનગી સ્કૂલોમાં માત્ર 25 ટકા જ ફી માફી આપવાનો રાજ્યની કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના સ્કૂલ-સંચાલકો માત્ર 25 ટકા ફી માફી માટે તૈયાર થયા છે તેમજ ઈતર પ્રવૃત્તિની ફી નહીં લેવાય. આ નિર્ણય ગુજરાત સહિત તમામ બોર્ડને, એટલે કે CBSEને પણ લાગુ થશે.