ભારતમાં PUBG પર પ્રતિબંધ મુકાયો: ભારત સરકાર

ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી વાદ વિવાદ ચાલી રહ્યો છે. બોર્ડર પર ભારત અને ચીનની વચ્ચે સરહદ ને લઈને તણાવ છે. ગલવાન ઘટના બાદ ભારતે ચીનની સામે આક્રમક વલણ અપનાવ્યું છે, અને એક પછી એક ચાઇનીઝ વસ્તુઓ અને ચાઇનીઝ એપ્લિકેશન પર પાબંધી લગાવી છે. ત્યારે હવે ભારત સરકારે વધુ 118 ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો છે.


અત્યાર સુધીમાં 224 ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો .

સૌથી પહેલા 15 જૂનના ગલવાન હિંસક અથડામણ બાદ સરકારે 57 ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ મુક્યો હતો. એ પછી 28 જુલાઈના 47 ચાઈનીઝ એપ્લિકેશનને બેન કરી હતી. અને હવે ફરી એકવાર ભારત સરકારે 118 એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો છે. આમ અત્યાર સુધી સરકાર 224 ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવી ચુકી છે.

PUBG એ ભારતીય યુવાનોમાં ખુબ  જ પોપ્યુલર છે.

ભારત સરકારે જે 118 એપ્લિકેશન બેન કરી છે તેમાં PUBG સૌથી વધારે ચર્ચાનો મુદ્દો છે. ભારતીય યુવાનો PUBG પાછળ ઘણું જ ઘેલું છે. PUBGનાં લીધે અનેક હિંસાત્મક ઘટનાઓ પણ સામે આવી હતી. PUBG ઉપરાંત Super Clear, WeChat Reading, Baidu Express Edition, Face U p Inspire Your Beauty, Voo Meeting,Cyber Hunder જેવી એપ્લિકેશન્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.