ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય : રાજ્યમાં દિવાળી સુધી સ્કૂલો નહીં ખુલે

ગુજરાત : કોરોનાના મહામારીને કારણે ગુજરાતમાં સ્કૂલો ખોલવા અંગે રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આજે થયેલી શૈક્ષણિક મહાસંઘની મીટિંગમાં આ અંગે ચર્ચા થઈ હતી. તેમાં મહત્વનો નિર્ણય લેવાયો હતો કે દિવાળી સુધી રાજ્યની શાળાઓ ખુલશે નહીં. દિવાળી બાદ શાળા શરૂ કરવા સરકાર વિચારણા કરાશે. હાલમાં રાજ્યમાં કોરોનાનું કહેર જોવા મળી રહ્યું છે  જેના કારણે કોરોનાની સ્થિતિને ધ્યાને લઈને સરકારે આજે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દિવાળી બાદ કોરોનાની સ્થિતિને લઈ વિચારણાં કરાશેકરવામાં આવશે અને ત્યારબાદ શાળાઓ ખોલવા યોગ્ય નિર્ણય કરાશે. દિવાળી પછી રાજ્યમાં કોરોનાની કેવી પરિસ્થિતિ છે તેના આધારે શાળા શરૂ કરવા અંગે આગામી નિર્ણય લેવાશે.
પ્રતીકાત્મક તસ્વીર 

ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થઇ ત્યારથી એટલે કે 15 માર્ચથી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. શાળાઓ બંધ થયા બાદ ફક્ત બોર્ડ પરીક્ષાઓ ચાલુ રાખવામાં આવી હતી આમ રાજ્યમાં છેલ્લા 6 મહિનાથી સ્કુલો બંધ છે. આ સિવાય રાજ્ય સરકાર દ્વારા સિલેબસમાં ઘટાડો કરવા અંગે પણ વિચારવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.