સુરત : ગુજરાત રાજ્યમાં સુરત શહેરમાં કોરોના કહેરના કારણે હાહાકાર મચ્યો છે. દરરોજ કોરોના દર્દીઓનો નવા કેસનો વધીને સામે આવી રહ્યા છે અને તંત્ર પણ આ કોરોનની મહામારી પર કાબૂ મેળવવામાં નિષ્ફળ જઇ રહ્યું છે તેવું સુરતના લોકો બૂમો પાડી રહ્યા છે અને તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, લોકો સરકારી ગાઇડલાઇનનું પાલન નથી કરી રહ્યા. તેથી હવે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે કોરોના મહામારીના સંક્રમણને અટકાવવા માટે એક પરિપત્ર જાહેર કર્યો છે.
આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે સુરતમાં 4 કરતા વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અને સભા, સરઘસ કાઢવા કે એકઠા થવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ જાહેરનામું 30 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધી લાગુ પડશે. આ જાહેરનામાનો ભંગ કે ઉલંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
સુરત મનપાએ નવી સ્ટ્રેટેજી બનાવી છે જેમાં સુરત મનપાની બહારથી આવતા લોકોના ઘર બહાર સ્ટીકર લગાડવામાં આવશે. શહેર બહારથી આવનારા લોકોના ઘરની બહાર પીળા કલરના સ્ટીકર લગાવશે. બહારથી આવતા લોકોને સાત દિવસ હોમ કોરોન્ટાઇન રહેવું પડશે. આ નિર્ણય લીંબાયત અને કતારગામ ઝોનમાં કેસો વધતા લેવામાં આવ્યા છે. બંને ઝોનમાં અન્ય રાજ્યમાંથી લોકો વધુ આવે છે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.