ગુજરાતમાં દારૂબંધીની છૂટ આપવા માટે શંકરસિંહ વાઘેલાએ અભિયાન શરૂ કર્યું


અમદાવાદ : સામાન્ય રીતે દારૂબંધીના મુદ્દાને લઇને શંકરસિંહ વાઘેલા ઘણીવાર  ચર્ચામાં આવતા હોય છે. એકવાર ફરી દારૂબંધીની છૂટ આપવા મામલે તાજેતરમાં જ શંકરસિંહ વાઘેલાએ અભિયાન શરૂ કર્યું છે.
તેમાં @Bapu4Gujarat નામના ટ્વિટર પેજ પર ‘શું તમે પણ દારૂબંધીની ખોટી નીતિનો વિરોધ કરો છો? તો #AgainstLiquorBanChallenge હેશટેગ સાથે પોસ્ટ કરી અવાજ ઉઠાવો.’ શંકરસિંહ વાઘેલાએ પોતે પોતાના ટ્વિટર (vaghela tweet news) એકાઉન્ટ પર પણ પાંચ વચનોનું પંચામૃત કરીને પાંચ મુદ્દાઓની રજૂઆત કરી હતી. જેમાં 
1. દારૂબંધીના નાટકથી છુટકારો 
2. આરોગ્યની સુરક્ષા 
3. મફત શિક્ષા 
4. યુવાનોને રોજગાર 
5. ફ્રી વિજળી અને પાણી જે આપણા ગુજરાતના મૂળભૂત વિકાસનો વાયદો કરે છે.

આ પહેલા પણ  19 મે 2020ના રોજ શંકરસિંહ વાઘેલાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, “ગુજરાતમાં દારુબંધી એ એક નાટક છે. ગુજરાતની સાડા છ કરોડ પ્રજામાંથી કદાચ ચાર કરોડ લોકો એવું ઇચ્છતા હશે કે આવી દારુબંધીની ઢોંગી નીતિ બદલાવી જોઇએ એવું હું માનુ છું. 

જો મારી સરકાર આવશે તો સૌથી પહેલું કામ દારૂબંધીની આ ઢોંગી નીતિને તોડવાનું કરીશ. 100 દિવસમાં કાયદો થશે અને કાયદો એવો થશે કે લોકોએ દારૂ પીવા દિવ-દમણ, આબુ, ગોવા, મુંબઇ કે રાજસ્થાન જવાની જરૂર નહી પડે.” ગુજરાતમાં દારૂબંધી છે. એટલા માટે હું દેશની જનતાને અને ગુજરાતની જનતાને કહેવા માગું છું કે દારૂબંધીની નીતિથી ભ્રષ્ટાચાર વધે છે. પોલીસનું વધારે કામ દારૂને પકડો અને તેનો નાશ કરવાનું થઈ જાય છે. એટલાં માટે દારૂબંધીની નીતિનો વિચાર થવો જોઈએ. સાયન્ટિફિક પોલિસી થવી જોઈએ અને આ પોલિસી આ બાબતે હું પંચામૃત નામની વસ્તુ ગુજરાતની જનતાને આપવા માગું છું કે જેમાં દારૂબંધી હટાવો અને સાયન્ટિફિક એપ્રોચવાળી દારૂબંધી નીતિ વિશ્વભરમાં છે તેવી નીતિ તૈયાર કરવામાં આવે અને તેના કારણે ગુજરાતની અંદર આવકમાં વધારો થશે.”